Add

દીકરીના જન્મ બાદ માતા મૃત્યુ પામી, એટલે દીકરીના પિતા ને તેના સગા-સંબંધીઓએ કહ્યું આ દીકરી તો…

 

ઘરમાં એક દીકરીનો જન્મ થયો, દુર્ભાગ્યવશ માતા દીકરી ના જન્મ પછી મૃત્યુ પામી. પિતા દિકરીને ભેટી પડ્યા, આજુબાજુ માં રહેલા સંબંધીઓ દીકરીના જન્મને લઈને જરા પણ ખુશ ન હતા.


દીકરી ના જન્મ થયાના થોડા સમય પછી જ સગા સંબંધીઓ ના મોઢા બગડી ગયા અને તેઓ પિતાને સંભળાવવા લાગ્યા કે આ દીકરી તો મનહુસ છે… આવતાની સાથે જ તેની મા ને ખાઈ ગઈ. પિતા તેની દિકરીને ભેટી પડ્યા, પરંતુ લોકો જે કંઈ પણ બોલી રહ્યા હતા તેની સામે કશો જવાબ ન આપ્યો અને તેની દીકરીને પણ તેણે કશું કહ્યું નહીં.

સમય વીતતો ગયો એમ પિતાએ દીકરી ને ખૂબ જ લાડકોડથી ઉછેરી. પિતા ખેતરમાં કામ કરવા જાય તો સાથે દીકરીને પણ લઈ જતા, તેઓ ખેતરમાં કામ પણ કરતા અને સાથે સાથે દીકરીને સાચવતા પણ ખરા.

ઘણા સગા સંબંધીઓએ તેને સલાહ આપી હતી કે તું બીજા લગ્ન કરી લે, પરંતુ પિતાએ કોઈનુ સાંભળ્યું નહીં અને તેની દીકરીની સંપૂર્ણ કાળજી લીધી. દીકરી ધીમે ધીમે મોટી થઇ રહી હતી. શાળાએ પણ જવા લાગી હતી, શાળા માં સારી રીતે પાસ થઈ ગયા પછી કોલેજમાં જવા લાગી.

દીકરી ભણવામાં પણ ખૂબ જ હોંશિયાર હતી એટલે સારા માર્કે પાસ થતી અને કોલેજમાં પણ દીકરીને ખૂબ જ સારા માર્ક્સ આવ્યા એટલે બધા લોકો એ દીકરીને અભિનંદન આપ્યા.

દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી જ સાથે પિતાને મદદ પણ એટલી જ કરાવતી, ખેતરમાં પિતા કામ કરવા જાય ત્યારે પિતા સાથે ખેતરમાં કામ પણ કરતી અને ખેતરમાં પાક ખૂબ જ સારો થવા લાગ્યો. આ બધું જોઇને જે સગા સંબંધીઓએ દીકરીને મનહૂસ કહી હતી એ એ લોકો હવે આ બધું જોઇને સ્તબ્ધ થઈ ગયા.

દીકરી પહેલેથી જ ભણવામાં હોશિયાર હતી એટલે ભણી-ગણીને આગળ આવી. મહેનત કર્યા પછી તેને પોલીસમાં નોકરી મળી.

પોલીસમાં તે ઊંચા હોદ્દા પર હતી અને ખૂબ જ નિષ્ઠાથી તેનું કામ કરતી હતી, એટલે તે પ્રદેશના મંત્રીએ દીકરી નું સન્માન કરવાનું નક્કી કર્યું અને સંમેલન ગોઠવવા માટે આદેશ આપવામાં આવ્યો.

જોગાનુજોગ દીકરી જે ગામમાં રહેતી હતી તે જ ગામમાં સંમેલન ગોઠવવામાં આવ્યું.

મંત્રીએ આવીને દીકરી નું સન્માન કર્યું અને ત્યાં હાજર બધા લોકો સામે ભાષણ આપ્યું કે દીકરો અને દીકરી વચ્ચે ક્યારેય તફાવત ન રાખવો જોઈએ કારણ કે જે એક દીકરો કરી શકે છે તે દીકરી પણ કરી શકે છે.

પોતાનું ભાષણ પૂરું થયું એટલે મંત્રીએ દીકરીને સ્ટેજ પર બોલાવી અને તેને બે શબ્દ કહેવા માટે કહ્યું, યુવાન દીકરીએ બધા લોકો સમક્ષ પોતાની વાત રજુ કરતાં કહ્યું

આજે હું જે કંઈ પણ જગ્યાએ છું તે મારા પિતાને કારણે છે, કારણ કે પિતાએ લોકોના ખરા ખોટા સાંભળીને પણ મને આ લેવલ સુધી પહોંચાડવામાં મારી ખૂબ જ મદદ કરી છે. મારા ઉછેર માટે દિવસ રાત એક કરીને તેઓએ કામ પણ કર્યું છે અને સાથે સાથે મારી સારસંભાળ પણ રાખી છે.

મેં મારી માતાને જોઈ નથી અને મેં મારા જીવનમાં ક્યારેય મારા પિતાને પૂછ્યું નથી કે માતા કેવી છે કારણ કે મને એવું લાગતું કે જો હું પિતાને પૂછીશ તો પિતાને એવું લાગશે કે તેના ઉછેરમાં કોઈ અભાવ છે.

મારા જીવનમાં મારા પિતા કરતા વધારે મહત્વનું કંઈ જ નહોતું.

દીકરીના પિતા ત્યાં હાજર રહેલા લોકોમાં જ બેઠા હતા, દીકરીના મુખે થી આ બધી વાતો સાંભળીને તેઓના આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. દીકરી પણ બોલતા બોલતા સ્ટેજ પર જ રડી પડી, દીકરી મંત્રી પાસે જઈને પિતાને સ્ટેજ પર બોલવા માટે મંજૂરી માંગે છે.

પિતા સ્ટેજ પર આવ્યા અને દિકરીને ભેટી પડ્યા અને કહ્યું કેમ રડે છે દીકરી, તું તો મારો સિંહ દીકરો છે, જો તું નબળો પડી જઈશ તો મારું શું થશે? મારે આખી જિંદગી તને હસતા મોઢે જોવી છે.

દીકરી અને પિતા ની આ વાત સાંભળીને ત્યાં હાજર બધા લોકોની આંખો ભીની થઈ ગઈ. પછી મંત્રીએ જે મેડલ દીકરીને આપ્યું હતું તે મેડલ દીકરીએ પોતાના ગળામાંથી કાઢીને પિતાને પહેરાવ્યું.

એટલે મંત્રીએ પૂછ્યું અરે આ શું કર્યું?

ત્યારે દીકરી એ જવાબ આપતા કહ્યું મેં માત્ર મેડલને તેને યોગ્ય જગ્યાએ મૂક્યું છે અને આ મેડલનો સાચો હક્ક તો મારા પિતાનો જ છે.

ત્યાં હાજર બધા લોકોએ તાળીઓથી દીકરી ને વધાવી લીધી.

આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વીડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે  અને સાથે સાથે નવી સરકારી ભરતી માહિતી, Gk pdf જોવા Download કરવા, online videos લેકચર જોવો ,મેહદી બનાવતા, રસોઈ બનાવતા, online ગરે બધા ફોર્મ ભરતા શીખો ,અને સાથે રોજ બરોજ અગત્ય news જોવો દરરોજ મુલાકાત લો કરો અમારી વેબસાઇટ પર
  https://www.edufunzone.xyz/?m=1
  



Post a Comment

0 Comments