આજ ના ખર્ચાળ યુગમાં પૈસા કેટલા મહત્વ ના છે એ કોઈ ને જણાવવાની જરૂર નથી. આ સમયમાં પૈસા વગરનું જીવન ઓક્સિજન વગરના શરીર જેવુ છે. પૈસા ના જોરે લોકો જે ધારે તે પામી શકે છે. આજે પૈસા થકીજ બધુ ચાલે છે. જેના લીધેજ લોકો પૈસાની પાછળ ભાગે છે. માણસ ને લોભ હોય છે કે તે કોઈ પણ જગ્યાએ થી પૈસા મળે. કોઈ ને ફટાફટ પૈસા કમાઈ જેવા છે અને કોઈને મેહનત વગર પૈસા કમાઈ લેવા છે. પરંતુ મહેનત વગર કશું મળતું નથી.
તમે પણ અનુભવું હશે કે ઘણી વખત ચાલતા ચાલતા તમને થોડા સિક્કા મળ્યા હશે. આ સિક્કાથી પણ તમે બહુ ખુશ થયા હશો. આમ જ્યારે તમે થોડા પૈસા મેળવો ત્યારે તમને વધારે ખુસી થાય છે. હવે તમે વિચારો જો તમને ક્યાય રસ્તામાં થી કરોડો રૂપિયા પડેલા મળે તો તમારી શું હાલત થાય. તો તો તમે ખુશી થી પાગલ જ થઈ જશો. અને જો કરોડો રૂપિયા કોઈ માણસ ને મળી જાય તો એનું તો જીવન જ ધન્ય થય જાય. આ કરોડ રૂપિયા કોઈ એક માણસ ના જીવન ગુજારવા માટે કાફી છે. ભારતમાં નોટબંધી ના સમય દરમિયાન આવા ઘણા રૂપિયા લોકોને મળ્યા હશે.
આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાની છે જેને જાણી ને તમારા પગ નીચેની જમીન સરકી જશે. આ વાત છે રુસ ની, થોડા દિવસો પહેલા પીટર્સબર્ગ માં અમુક માણસોના સમુહે એક દલદલ વાળી જગ્યાએ લગભગ 1 અરબ રુબલ ના નોટ મળ્યા. જો આની ગણતરી ભારતીય રૂપિયામાં કરવામાં આવે તો તે ની કીમત રૂ.113 કરોડ થશે. પણ આમાં દુખની વાત એ છે કે શોધ કરનારને આ રૂપિયા ખર્ચ કરવાની છૂટ ના મળી. કારણ કે જે નોટો મળી છે એ બધી પૂર્વ સોવિયેત સંઘ ના દાયકાના છે જેથી હાલમાં તેનું ચલણ નથી.
આ નોટ જ્યાં મળી એ જગયાનુ નામ છે બ્લાદિમીર ક્ષેત્ર, જે મોસ્કો થી લગભગ 160 km દુર છે. વધુ જાણકારી મુજબ આ એક પ્રાચીન ખદાન છે. આ જગ્યાએ સેવિયત સંઘ ના દાયકામા મિસાઈલ રાખવા માં આવતી. શોધનાર સમૂહે સાંભળ્યું હતું કે, આ જગ્યા પર બીજા ઘણા પૈસા દબાયેલા છે. જેના કારણે આ જગ્યાનું તલાસી અભિયાન સારું કરવા માં આવ્યુ. આ સમાસાર દુનિયાના બધા ન્યુસ ચેનલ માં આવવા માંડી. બાદમાં નોટો પરખતા ખબર પડી કે આ નોટો સેવિયત સંઘ ના સમયની છે.
જે નોટો મળી છે તેના પર 1961 થી 1991 ના વચ્ચે સાલ છે. આ નોટોની એ દાયકમાં ધણી કિમ્મ્ત હતી પણ આજે એમની વેલ્યુ જીરો છે. એક અનુમાન મુજબ આ નોટો પૂર ના કારણે તણાઇ ને અહી ખાડામાં આવેલી હશે. અવિજ ઘણી બધી ઘટનાઓ ભારત માં 2016 માં નોટ બંધી દરમિયાન પણ થયેલી. લોકો બ્લેક મની ને છૂપાવવા ક્યાંક ફેકી દેતા કે સળગાવી દેતા.
વધુ માહિતી માટે અમારી વેબસાઇટ નિચે આપેલ લિંક પર ક્લિક કરો :
- કોમેડી માટે વિડીયો, મોટીવેશનલ વિડીયો,અન્ય દરેક વ્યકતી ને સહાય આપે એવી અમારી વેબસાઈટ છે તો દરરોજ મુલાકત લો અને અને પસન્દ આવે અમારી વેબસાઈટ લીંક ને વધુ વધુ Share કરો.
0 Comments