આ ધરતી ઉપર સનાતન સત્ય છે મૃત્યુ. જેને પણ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે તેને આ સંસાર છોડી ને જવું પડે છે. જો ગરુડ પુરાણ મુજબ વિચારીએ તો તેમાં ઉલ્લેખ છે કે મૃત્યું પેહલા યમરાજ માનવીને ઘણા સંકેત આપે છે. યમદેવ ના બે દૂતો આ મનુષ્ય ની આત્મા ને લેવા આવે છે અને પાપી વ્યક્તિ ને આ દૂતો થી બીક લાગે છે જયારે સારા કર્મો કરેલ વ્યક્તિને માત્ર એક દિવ્ય પ્રકાશ દેખાય છે.
મૃત્યું ના લક્ષણ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જયારે મનુષ્ય મૃત્યુ ને પ્રાપ્ત થવાનો હોય છે તેનાથી બોલાતું નથી. અંત સમય મા વ્યક્તિ નો અવાજ નાશ પામે છે સાથોસાથ બીજી ઇન્દ્રીઓ પણ કાર્યરત રેહતી નથી અને શરીર જડ માં પરિવર્તિત થવા લાગે છે. ત્યારબાદ શ્વસનતંત્ર કામ કરતું બંધ થતા માનવ મૃત્યું ને ભેટે છે.
ત્યારબાદ જુદા-જુદા રીત રીવાજો મુજબ આ દેહ ને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. શરીર નો સંપૂર્ણ ભાગ બળીને રાખ થઈ માટી મા ભળી જાય છે જયારે અસ્થિ આમાંથી તારવામાં આવે છે અને માન્યતા મુજબ આ અસ્થીઓ ને ગંગા નદી મા વિસર્જિત કરવામાં આવે છે. તો આજે વાત કરવી છે કે આ અસ્થિઓ આખરે જાય છે ક્યાં? તો ચાલો જાણીએ આ વિશે.
આ જગ્યાએ પોહ્ચે છે અસ્થિઓ :
મોટેભાગે આ પ્રશ્ન નો જવાબ કોઈ આગળ હોતો નથી અને આ પ્રશ્ન ના જવાબ મા તો વિજ્ઞાન પણ ટુકું પડ્યું છે. જો અત્યાર ના સમય ની વાત કરવામાં આવે તો આજે ગંગા નદી મા રોજ ની હજારો અસ્થિઓ નુ વિસર્જન થતું હશે અને તેને ધાર્મિક માન્યતા મુજબ એવું માન્ય છે કે તેનાથી વ્યક્તિ ની આત્મા ને શાંતિ મળે છે.
તો હવે આપડા પ્રશ્ન નો જવાબ કે આધ્યાત્મિક માન્યતા મુજબ જયારે આ અસ્થિઓ નુ વિસર્જન કરવામાં આવે તો અસ્થિઓ સીધી પ્રભુ શ્રી હરી વિષ્ણુ ના ચરણો મા એટલે વૈકુંઠધામ મા જાય છે. તેમજ વિજ્ઞાન મુજબ જો વિચારીએ તો પાણી મા પારો કે જેને મરક્યુરી પણ કેહવામાં આવે છે તે શરીર મા રહેલા કેલ્શિયમ અને ફોસ્ફરસ ને પાણી મા ઓગાળી દે છે. આ કારણે આ પાણી જીવ જંતુઓ માટે વધુ પૌષ્ટિક બની જાય છે.
વધુ માહિતી માટે અમારી વેબસાઇટ નિચે આપેલ લિંક પર ક્લિક કરો :
- કોમેડી માટે વિડીયો, મોટીવેશનલ વિડીયો,અન્ય દરેક વ્યકતી ને સહાય આપે એવી અમારી વેબસાઈટ છે તો દરરોજ મુલાકત લો અને અને પસન્દ આવે અમારી વેબસાઈટ લીંક ને વધુ વધુ Share કરો.
0 Comments